આહ્નિક પ્રધાનતા.
એક વખત પ.પૂ.સ્વામીશ્રી વડોદરા પધારી રહ્યા હતા.
પ.પૂ.સ્વામીશ્રી રજત જયંતી મહોત્સવ અન્વયે પ્રકાશિત થનાર પુસ્તકોનું નિરીક્ષણ કરી રહ્યા હતા. અચાનક ઘડિયાળ તરફ તેઓની દૃષ્ટિ પડતાં 4:00 વાગ્યા હતા.
તેથી તેમણે નિરીક્ષણની સેવા બાજુમાં મૂકી દીધી અને સાથે રહેલા પૂ. સંતો તથા હરિભક્તોને પણ સાથે રાખીને.
નેત્ર મીચીં બે હસ્ત જોડી મહારાજની મૂર્તિ સમક્ષ પ્રાર્થના કરવા લાગ્યા : “મહાબળવંત માયા તમારી...”
ત્યારપછી પ.પૂ.સ્વામીશ્રીએ ઓરડાનાં પદો બોલવાનાં શરૂ કર્યાં. પદ બોલ્યા બાદ માનસીપૂજાનો લાભ લીધો.
આમ, પ.પૂ.સ્વામીશ્રીએ ચાર વાગતા સેવાને ગૌણ કરી મહારાજે આપેલ આહ્નિકના નિયમોની પ્રધાનતા રાખી.