તા.૩-૭-૨૦૧૮ ને મંગળવારના રોજ વાસણા ખાતે સાંજે ૪ વાગ્યે પૂ.સંતોએ ગુરુવર્ય પ.પૂ.બાપજી માટે સંતરાનું જ્યૂસ તથા લીંબુનું પાણી બનાવ્યું હતું.

     સેવક સંતો ગુરુવર્ય પ.પૂ.બાપજી માટે જ્યૂસ લઈ આવ્યા.

     “તમે બે સંતોએ સંતરાનું જ્યૂસ કે લીંબુનું પાણી લીધું ?”

     “ના બાપજી, એ તો આપના માટે છે.”

     “તમને બે સંતોને મૂકીને અમારે એકલાએ ન લેવાય. તમે બંને લો તો લઉં.”

     “બાપજી, અમે સંતો અંદર રસોડામાં લઈ લેશું, આપ આ જ્યૂસ ધરાવો.”

     “ના, બંને સંતો અમારી હાજરીમાં લો તો જ લઉં.”

     ત્યારબાદ એક સેવક સંત રસોડામાં જઈને લીંબુનું પાણી લાવ્યા અને બંને સંતોએ ગુરુવર્ય પ.પૂ. બાપજીની હાજરીમાં લીધું પછી ગુરુવર્ય પ.પૂ. બાપજીએ ધરાવ્યું.

     આમ, ગુરુવર્ય પ.પૂ. બાપજીની પૂ. સંતો પ્રતિ માતૃવાત્સલ્યતા સહેજે સહેજે જણાઈ આવે.