ધોરણ-૧૦ અને ૧૨માં અભ્યાસ કરનારા વિદ્યાર્થીમુક્તોની તા. ૧૧થી ૧૩ એપ્રિલ ૨૦૧૮માં ત્રણ-દિવસીય સ્વામિનારાયણ ધામથી નજીક સહજ ફાર્મમાં ‘સિલેક્ટેડ કિશોર શિબિર’ રાખવામાં આવી હતી.

તા.૧૨-૪-૧૮ ને ગુરુવારના રોજ વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી પ્રાતઃ સભામાં લાભ આપવા પધાર્યા હતા. વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું સ્વાગત કરવા તથા પૂજનનો લાભ લેવા પૂ.સંતોએ કિશોરમુક્તોના નામ જાહેર કર્યા. તે વખતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ જાહેરમાં કહ્યું કે, “સંતો...! આમના માનસમાં અત્યારથી આવું પાકું ન થવા દો કે અમે પૈસાદારનાં બાળકો છીએ. એમને બધાયની જોડે જ રહેવાનું એવું પાકું કરાવો.”

આમ, વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ દરેક પ્રત્યે સમદૃષ્ટિ રાખવા જણાવ્યું.