સેવા કરતાં સમાગમ અધિક છે.
તા.૨૨-૯-૨૦૧૧ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાતઃ કાળે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના આસને સેવક સંત સેવા કરી રહ્યા હતા. સેવામાં સહેજ મોડું થયું હતું.
પ્રાતઃસમયે વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી અલ્પાહાર કરવા માટે સંત રસોડામાં પધાર્યા. એટલે સંતો પણ પધાર્યા. તે સમયે પૂ.સંતોની સભા ચાલુ હતી.
પ.પૂ.સ્વામીશ્રીએ સૌ સંતોને પૂછ્યું,
“સંતો,શું કરતા હતા ?”
“સ્વામી,એ તો સંતોની સભા હતી; તેમાં બેઠા હતા.”
“સંતો,સભા છોડીને કેમ આવ્યા ?”
“સ્વામી,આપની સેવા મળે તે હેતુથી...”
“સંતો !સેવકના કારણે આપનો સ્વવિકાસ છોડીને, સભા છોડીને સેવા કરવા આવ્યા. માટે આપ સૌ સભામાં પધારો.
આપણા જીવનમાં સભાનું મહત્ત્વ ખૂબ હોવું જોઈએ. એ સેવા કરતાં પણ સમાગમ અધિક.”