વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી ૧૮-૮-૨૦૧૪ ને સોમવારે સાંજે ૪:૩૦ વાગ્યે વિદેશ વિચરણ કરી સ્વામિનારાયણ ધામ ખાતે પરત પધાર્યા હતા.

     વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીના ઘણા દિવસો બાદ દર્શન થતાં સૌ સંતો-હરિભક્તોએ અતિ આનંદ સાથે સ્વાગત કર્યું.

     વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ખાતે પધારતાં તેઓ ઠાકોરજીનાં દર્શન કરવા પધાર્યા.ત્યારબાદ હરિભક્તોના સમૂહને નિહાળતાં પ.પૂ. સ્વામીશ્રી થાકી ગયા હોવા છતાંય સૌને લાભ આપ્યો.

     સૌ હરિભક્તોને લાભ આપ્યા બાદ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી સંત પ્રાર્થના મંદિરમાં પધાર્યા હતા. તેઓએ મહારાજની આજ્ઞાનુસારે સાબોળે સ્નાન કર્યું.

     ત્યારબાદ વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી સૌ સમર્પિતમુક્તો, સાધકમુક્તો, પાર્ષદમુક્તો, સંતોને લાભ આપવા પધાર્યા. સાધકમુક્તોએ કહ્યું કે, “સ્વામી, આપ વિચરણ દરમ્યાન થાકી ગયા હશો માટે આરામ કરો.

     તરત જ વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “આપ બધા મુક્તોને મળવાનું ક્યાંથી મળે ? અને આપનાં દર્શનથી અમારો થાક ઊતરી જાય.”

     આમ, વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ અવરભાવના થાકને અવગણી સર્વે સંતો-સાધકમુક્તોને દર્શન-આશીર્વાદનું સુખ આપ્યું.