“મહારાજ, ક્યાં પધારો છો ! અત્યારે ભારે વરસાદ સાથે વાવાઝોડું છે માટે આપ અડધી રાતે બહાર ન પધારશો.

જીવાખાચર બોલતા રહ્યા અને મહારાજ તો ઢીંચણ સમાણા પાણી અને કાદવ ખૂંદતાં ખૂંદતાં લખા ભગત દેવાના ઘરે પહોંચી ગયા અને એક મોભના સહારે અટકી રહેલું છાપરું જો પડે તો ઘરના બધા જ સભ્યો દટાઈ જાય.

“લખા, તું જલદીથી તારાં બાળકો અને ઢોરઢાંખરને લઈને ઘરની બહાર નીકળી જા, હું આ મોભને પકડી રાખું છું.”

“પણ મહારાજ તમે...?” લખાએ ચિંતા વ્યક્ત કરી.

“તું મારી ફિકર ન કર, તારાં બાળકો અને ઢોરને બચાવી લે.”

અને મહારાજ ઘણા સમય સુધી મોભને પોતાના ખભે ધારી રહ્યા અને લખાને તથા તેમના પરિવારજનોને બચાવી લીધા.

અનંતકોટિ બ્રહ્માંડના તારણહાર એવા શ્રીજીમહારાજ પોતાના ભક્તના ખોરડાના મોભને ખભે ધારી ભક્તના તારણહાર બન્યા.