શિસ્તના આગ્રહી એવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એક વખત આર્દશ યુવા પ્રોજેક્ટ કેમ્પમાં સંત આશ્રમથી બાપાશ્રી આવાસ તરફ પધારતા હતા.

ચાલતાં ચાલતાં રસ્તામાં અચાનક તેઓ હસ્ત જોડી ઊભા રહી ગયા. કારણ કે સભાહૉલમાંથી પ્રાર્થનાના સૂર સંભળાતા હતા તેથી.

સાથે રહેલા મુક્તોએ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને પ્રાર્થના કરી, “સ્વામી, આપણે સભાહૉલમાં જઈને પ્રાર્થના કરીશું.”

એ સમયે તો ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ મૌન રહી માત્ર ઇશારાથી સૌને પ્રાર્થના કરવાનું સૂચવ્યું પણ પ્રાર્થના પૂરી થતાં જોડેના મુક્તોને કહ્યું, “પ્રાર્થના ચાલુ થતાં હસ્ત જોડી જે જગ્યાએ હોઈએ ત્યાં ઊભા રહેવું તે પ્રાર્થનાની શિસ્ત છે. આ પ્રમાણે વર્તીશું તો જ મહારાજ રાજી થશે.”

આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું જીવન જ ગુણવત્તાનો આદર્શ છે.