ગુરુદેવ પ.પૂ. બાપજીએ દેખાતો અવરભાવ અદૃશ્ય કર્યો તેને તિથિ મુજબ તા. ૯-૮-૨૦૨૦ના રોજ એક વર્ષ પૂર્ણ થતાં આજરોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સ્મૃતિ પૂજન વિધિનો લાભ લીધો હતો. પુષ્પોથી આચ્છાદિત અનાદિમુક્ત પીઠિકાનું દર્શન અણમોલ હતું. આજે મેઘરાજાને પણ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના સ્પર્શનો જાણે લાભ ન લેવો હોય ! તેમ અનરાધાર મેઘ વરસાવ્યો. પૂ. સંતોએ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને પ્રાર્થના કરી, “આપ વરસાદમાં ન પધારશો. સંતો પૂજન કરી લઈએ...” છતાં આત્મબુદ્ધિ ને ગુરુ મહિમાનું સાક્ષાત્ સ્વરૂપ કેમ રહી શકે ? આગ્રહપૂર્વક ગુરુજીએ કહ્યું, “જવાનું જ છે.”

આમ, તેઓ વરસતા વરસાદમાં પધાર્યા. પછી તેમણે તમામ વિધિ વરસતા વરસાદમાં ભીનાં વસ્ત્રે કરી પૂજન કર્યું.