એક યુવક ગુરુદેવ પ.પૂ. બાપજીની સેવામાં નવા જોડાયેલા. ગુરુદેવ પ.પૂ. બાપજીએ એમને નિકટ બોલાવી બ્રહ્મચર્ય જીવન અંગે પૂછ્યું. તે યુવક બ્રહ્મચર્ય પાળતા નહોતા.

ગુરુદેવ પ.પૂ. બાપજીએ યુવકને બ્રહ્મચર્ય શા માટે પાળવું જરૂરી છે ? તે અંગે સમજાવ્યું. વળી, બ્રહ્મચર્ય પાળવા બળ આપ્યું તેમજ ઉપાયરૂપી પ્રાર્થના, નિયમ આપ્યા. ત્યારપછી ગુરુદેવ પ.પૂ. બાપજી એ યુવકને દર બે-ત્રણ દિને બ્રહ્મચર્ય નિર્વાહ અંગે પૂછતા. ગુરુદેવ પ.પૂ. બાપજી તે યુવકને કોઈ મૂંઝવણ હોય તો પાછા બળ આપતા તેમજ મહારાજને પણ પ્રાર્થના કરતા.

આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીએ યુવકને ત્રણ માસમાં નિયમિત રીતે ૨૭થી વધુ વખત પૂછી બ્રહ્મચર્યનિષ્ઠ જીવનના ધારક બનાવી દીધા.