ગાતડિયું સંધાવા જેવી બાબતમાં નિષ્કામ ધર્મના આગ્રહી
ગુરુદેવ પ.પૂ. બાપજી એટલે સાધુતાની સાક્ષાત્ મૂર્તિ. સાધુતાના મૂલ્યોનું નિરંતર જતન એમના અવરભાવના જીવનમાં ક્ષણે ક્ષણે અનુભવાય.
એક વખત સેવક સંતના ગાતડિયાને રફૂ કરાવેલું હતું.
ગાતડિયા પર ગુરુદેવ પ.પૂ. બાપજીની દૃષ્ટિ પડી.
ગુરુદેવ પ.પૂ. બાપજીએ તરત જ પેલા સંતને કહ્યું કે, “આપણે દરજીને ત્યાં ગાતડિયું સંધાવા આપ્યું હોય પછી તેનો ઉપયોગ કરતાં પૂર્વે ધોવું જોઈએ. કારણ કે ક્યાંક મહિલાઓ અડી ગયાં હોય તેવું બને. તો તમે આ ગાતડિયું ધોઈને જ પહેર્યું છે ને ?”
“હા બાપજી.” સેવક સંતે કહ્યું.
આમ, ગુરુદેવ પ.પૂ. બાપજી નિયમ-ધર્મ માટે ભલે નાની બાબત હોય તોપણ જવા ન દેતા.