અમને ન શોભે તેમ તમને પણ ન શોભે
“દયાળુ, સેવકને પેન આપો ને.”
“મહારાજ, આ સેવકની પેન લો ને, પ્રસાદીની થઈ જાય.”
વાત એમ હતી કે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી તા. ૧૭-૩-૨૦૧૮ના રોજ મોરબી ખાતે યુવકમુક્ત કાંતિભાઈને અંગત બેઠકમાં લાભ આપી રહ્યા હતા.
તે દરમ્યાન ગુરુજીએ કંઈક લખવા પૂ. સેવક સંત પાસે પેન માગી.
કાંતિભાઈએ પોતાના ખિસ્સામાંથી મોંઘીદાટ પેન કાઢીને આપી.
ત્યારે ગુરુજીએ કહ્યું, “અમારાથી આ પેન ન વપરાય. અમે આવી પેન વાપરીએ તો અભડાઈએ.”
તે વખતે સેવક સંતે સાદી પેન આપી તે પેન કાંતિભાઈને બતાવી ગરુજીએ કહ્યું, “અમને તો આવી સાદી પેન શોભે.”
કાંતિભાઈએ પોતાની પેન પાછી લઈ ખિસ્સામાં મૂકી દીધી. આ જોઈ ગુરુજીએ તેમને ટકોર કરી કે, “કાંતિભાઈ, અમને ન શોભે તેમ તમને પણ ન શોભે. લો, આ પેન વાપરજો. પ્રસાદીની રાખજો.”
આમ, કહી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ તેમને સાદી પેન આપી, સાદગાઈનો પાઠ સહજતાથી સમજાવી દીધો.