તા. ૧૩-૭-૧૮ ને શુક્રવારના રોજ વાસણા ખાતે છ સાધકમુક્તોને પાર્ષદી દીક્ષા આપવાની હતી. તેથી સેવક સંતે ગુરુદેવ પ.પૂ. બાપજીને પ્રાર્થના કરતાં કહ્યું કે, “બાપજી ! આપને લાંબા સમય સુધી પ્રોગ્રામમાં રહેવાનું થશે તો તકલીફ પડશે. તે માટે આપ મહાપૂજા પૂર્ણ થાય પછી પધારો તો સારું.”

સેવક સંતની પ્રાર્થના સાંભળી ગુરુદેવે  કહ્યું, “સવારે સ્વામી (ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી) દર્શને આવ્યા ત્યારે અમને કહ્યું હતું કે આપને સારું હોય તો દીક્ષા વિધિમાં પહેલેથી જ પધારશો તો આપનો વિશેષ લાભ મળે. આજે અમને અવરભાવમાં ઘણું સારું છે, તેથી અમારે દીક્ષા વિધિની શરૂઆતથી જ જવું છે.”

આમ, સમ્રગ સ્વામિનારાયણ સંપ્રદાયમાં નંદ-દાસ પંક્તિના અનેક સદ્ગુરુશ્રીઓમાં પોતાના શિષ્યની અનુજ્ઞામાં રહ્યાનું ગુરુદેવ પ.પૂ. બાપજીએ નૌતમ ને શ્રેષ્ઠતમ દૃષ્ટાંત પૂરું પાડ્યું છે. સંસ્થામાં ગુરુસ્થાને બિરાજતા હોવા છતાંય પોતાના શિષ્યએ કરેલ અરજને દાસભાવે આજ્ઞા તરીકે સ્વીકારી, તેમાં રહેવાનો ને પરભાવમાં રહેવાનો અમૂલ સિદ્ધાંત શિખવાડ્યો.