તમે ક્યાં અમદાવાદી છો ?
વ્હાલા ગુરુજીના સાંનિધ્યમાં SMVS સંસ્થાના સિલેક્ટેડ કિશોરમુક્તોનો SKSનો સંકલ્પ કિશોર સભા કેમ્પ સ્વામિનારાયણ ધામ ખાતે તારીખ 1-7-2022થી ત્રણ દિવસ રાખવામાં આવ્યો હતો.
જેમાં કિશોરમુક્તોને વ્હાલા ગુરુજીનું કંઈક સંભારણું મળી રહે તે હેતુથી એનાઉન્સર દ્વારા જણાવવામાં આવ્યું કે અમદાવાદના મુક્તોને વ્હાલા ગુરુજી સાથે ગ્રૂપ ફોટાનો લાભ મળશે.
આ સાંભળતા જ અમદાવાદના કિશોરમુક્તો વાલા ગુરુજી સાથે બેસવા માટે આનંદમાં આવી ગયા. બધાય કિશોરો બેસી ગયા ને ગુરુજીએ કહ્યું કે, “અહીં કોઈ અમદાવાદી નથી. તમે બધાય અમદાવાદી નથી; તમે બધાય તો મૂર્તિનિવાસી છો, અનાદિમુક્ત જ છો.”
આ... હા... હા... કેવી સામાન્ય અને અલ્પ સમયમાત્ર ફોટા પાડવાની બાબતમાં પણ ગુરુજીએ પરભાવમાં રહેવાની ને દેહધારી મટવાની ટૂંકી રીત શિખવાડી દીધી. સૌ મુક્તો મંત્રમુગ્ધ જ રહ્યા કેવા ગુરુજી મળી ગયા છે !
આ... હા... હા... ગુરુજી કેવું પરભાવનું સ્વરૂપ છે !