તા.૧૫-૭-૨૦૧૭ ને મંગળવારના રોજ પ.પૂ. સ્વામીશ્રી સ્વામિનારાયણ ધામ ખાતે પ્રાત: સભામાં સર્વે STKના મુક્તો તથા પૂ. સંતોને લાભ આપી રહ્યા હતા. સભા ચાલુ હતી અને અચાનક પ.પૂ. સ્વામીશ્રીને ખાંસી ચાલુ થઈ.

     પૂ. સંતોએ તરત જળ લાવી પ.પૂ. સ્વામીશ્રીને આપ્યું. પ.પૂ. સ્વામીશ્રીએ જળ ધરાવ્યું છતાં પણ ઊધરસ ચાલુ જ હતી. તેથી પૂ. સંતોએ કંઠીલ આપી. પ.પૂ.સ્વામીશ્રીએ કંઠીલ હસ્તમાં લઈ મહારાજને ધરાવી ત્યારબાદ સર્વે મુક્તો સમસ્ત હસ્ત કરી મુક્તોની પ્રસાદીની કરી અને પછી કંઠીલ મુખમાં મૂકી.

     નર્યાં દિવ્યભાવનાં દર્શન થાય.

      કોઈ પણ વસ્તુ, પદાર્થ વાપરતાં પહેલાં મહારાજનું પ્રસાદીનું કરવું તે સ્વામિનારાયણ સંપ્રદાયની આગવી રીત છે. તે રીતિના પ.પૂ. સ્વામીશ્રીમાં દર્શન થાય તે સ્વાભાવિક છે. પરંતુ મુક્તોની પ્રસાદીનું કરવું તે નરી અલૌકિકતા નહિ તો બીજું શું ??!!...