સ્વામિનારાયણ ધામ, ગાંધીનગરથી અમદાવાદ ઍરપૉર્ટ તરફ પ્રયાણ કરતાંની સાથે પ.પૂ. સ્વામીશ્રીએ આધ્યાત્મિક જીવનના પ્રાણ સમાન ‘સ્વવિકાસ’ના મુદ્દાને ખૂબ પ્રધાનતા આપી :

સવારનો 3:30 વાગ્યાનો સમય હતો.

ગાડી સ્વામિનારાયણ ધામ પરથી ઍરપૉર્ટ જવા રવાના થઈ.

તરત પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “સંતો, આપણે આજનું સમૂહગાન કરી લઈશું. આ સમૂહગાન દરમ્યાન મહારાજનો આગ્રહ આપણા માટે શું છે તે પકડજો. માટે સમૂહગાન શરૂ કરીએ...”

બ્રાહ્મમુહૂર્ત હોય કે સવાર હોય, સંધ્યાકાળ હોય કે રાત્રિ, દેશ હોય કે વિદેશ પરંતુ સ્વવિકાસનું સૌપ્રથમ પ્રાધાન્ય પ.પૂ. સ્વામીશ્રી પોતાના જીવનમાં દર્શાવે છે.