“સ્વામી, રસોઈ ગરમ કરવી છે ?”

“પણ બાપજીનું પત્તર મુકાઈ ગયું છે અને હવે રસોઈ ગરમ કરીશું ?”

“પણ સ્વામી, આ શિયાળાની ઠંડીને કારણે રસોઈ સાવ ઠંડી થઈ ગઈ છે તો આવી ઠંડી રસોઈ બાપજીને કેવી રીતે જમાડાય ?”

આ વાર્તાલાપ બે સેવક સંત વચ્ચે ચાલતો હતો એટલામાં ગુરુવર્ય પ.પૂ.બાપજી ઠાકોરજી જમાડવા માટે બિરાજી ગયા હતા. તેથી પૂ.વડીલ સંતે કહ્યું,

“બાપજી પત્તર આગળ બેસી રહે તે કેવું કહેવાય ? થોડી વહેલી રસોઈ ગરમ કરી રાખી હોત તો બાપજીને બેસવું ન પડત.”

“સ્વામી, ભલે ને વાર થાય; એટલો ભજન-ભક્તિ કરવાનો સમય મળે. માટે, પત્તર પીરસાય ત્યાં સુધી ભજન કરીએ.”