‘અમને કિશોરોમાં રસ વધારે છે.’ – વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી.
“કિશોરો મારું હૃદય છે.” આવો વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીને સદાયને માટે કિશોરો સાથેનો આગવો સ્નેહ છે.
વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી તા. ૨૭થી ૨૯ ફેબ્રુઆરી, ૨૦૦૮થી ઇસનપુરમાં ત્રણ દિવસ પધાર્યા હતા. ત્યારે ૨૦-૨૫ કિશોરમુક્તો શ્વેત વસ્ત્ર સાથે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન, સેવા, સમાગમમાં જોડાયા.
ત્રણેય દિવસ આ કિશોરમુકતોની રાજી કરવાની ત્વરાથી પ.પૂ. સ્વામીશ્રી વિદાય વેળાએ સૌની પર રાજીપો દર્શાવતાં પૂ. સંતો પ્રત્યે બોલ્યા,
“અમને કિશોરોમાં રસ વધારે છે... સૌને મહારાજના સંકલ્પોમાં ભેળવવા છે... જ્યાં જઈએ ત્યાં કિશોરો આવી રીતે જોડે રહે તો બહુ બળિયા થાય. અને મહારાજનો ને બાપાનો સંકલ્પ છે કે, ‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થાય’ તે સંકલ્પ જલ્દી સાકાર થાય.”
આમ, આ ત્રણેય દિવસો દરમ્યાન વ્હાલા પ.પૂ. સ્વામીશ્રીએ સૌની ઉપર ખૂબ જ રાજીપો દર્શાવ્યો.