વ્હાલા પ.પૂ.સ્વામીશ્રીને અવરભાવમાં બહુ ગરમીનું અંગ છે.તેથી ડૉક્ટરોએ પ.પૂ.સ્વામીશ્રીને રોજ એક તુંબડું વરિયાળીનું પાણી દવા રૂપે લેવા સૂચન કરેલું.માટે પ.પૂ.સ્વામીશ્રી દરરોજ સાંજે વરિયાળીનું પાણી લે છે.

     એક દિવસ સેવક સંતથી વરિયાળીનું પાણી થોડું વધુ બની ગયેલું એટલે સેવક સંત પ.પૂ.સ્વામીશ્રી રાત્રે જમાડતા નથી એ વિચારે બે તુંબડાં વરિયાળીનું પાણી લઈ પ.પૂ.સ્વામીશ્રી પાસે આવ્યા.

     સ્વામી ! બે તુંબડાં કેમ ?”

     વરિયાળીનું પાણી થોડું વધારે બની ગયું હતું એટલે બે તુંબડાંમાં લાવ્યો છું.”

     પ.પૂ.સ્વામીશ્રીએ સાધુતાની રીત શિખવાડતાં કહ્યું કે,

     “સ્વામી,ડૉક્ટરોએ સૂચન કર્યું છે તે પ્રમાણે એક તુંબડું પીએ તો દવા માટે ઉપયોગ કર્યો કહેવાય અને બીજું તુંબડું પીએ તો સ્વાદ કહેવાય.”

     એમ કહી પ.પૂ. સ્વામીશ્રીએ એક જ તુંબડું વરિયાળીનું પાણી ધરાવ્યું.