ગુરુવર્ય પ.પૂ.બાપજીનો સંકલ્પ છે કે,‘કારણ સત્સંગ વિશ્વવ્યાપી થશે.’એ સંકલ્પને સાકાર કરવા માટે વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી વિદેશ વિચરણ અર્થે પધાર્યા હતા.

     વિદેશ વિચરણ પૂર્ણ કરી વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી હરિકૃષ્ણ મહારાજ સાથે તા. ૧૨-૭-૧૮ ને ગુરુવારના રોજ રાત્રે ૧૦ વાગ્યે વાસણા પધારવાના હતા.પ.પૂ.સ્વામીશ્રીના આગમન બાબતેની જાણ સેવક સંતોએ પહેલેથી ગુરુવર્ય પ.પૂ.બાપજીને કરી હતી. પરંતુ રાત્રે થોડું મોડું થયું હોવાથી ગુરુવર્ય પ.પૂ.બાપજી પોઢી ગયા હતા.

     તા.૧૩-૭-૧૮ ને શુક્રવારના રોજ સવારે ૪ વાગ્યે જાગતાની સાથે જ ગુરુવર્ય પ.પૂ.બાપજીએ સેવક સંતને પૂછ્યું કે,

     “સ્વામી આવવાના હતા, તે આવ્યા ?”

     “હા બાપજી ! આવી ગયા છે.”

     વ્હાલા પ.પૂ.સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ.બાપજીનાં દર્શને આવ્યા તે પહેલાં ગુરુવર્ય પ.પૂ.બાપજીએ લગભગ ૫૦ વખત પ.પૂ.સ્વામીશ્રીને યાદ કર્યા હશે કે, ‘સ્વામી આવ્યા...? સ્વામી આવ્યા...? સ્વામી આવ્યા...? સ્વામી આવ્યા ? સ્વામી આવ્યા ? સ્વામી આવ્યા ....?’

     આમ,ગુરુવર્ય પ.પૂ. બાપજીની પ.પૂ.સ્વામીશ્રી સાથેની અજોડ આગવી પ્રીતિનાં દર્શન થાય