મહેસાણા ખાતે ઝોનલ શિબિર બહાર અન્ય સ્થળે હોવાથી ત્યાં વધુ વ્યવસ્થા ન હતી. એક જ રૂમમાં ઠાકોરજી તથા પ.પૂ. સ્વામીશ્રી માટે Portable A.C. હતું.

તેના કારણે પ.પૂ. સ્વામીશ્રીએ ચાલુ સેવા દરમ્યાન, ચાલુ અંગત બેઠક કે અન્ય Activity દરમ્યાન ઠાકોરજીને તે રૂમમાં જ રાખવા માટે સેવક સંતને જણાવ્યું. બંને દિવસ જ્યાં પ.પૂ. સ્વામીશ્રી ત્યાં ઠાકોરજી અને જ્યાં ઠાકોરજી ત્યાં પ.પૂ. સ્વામીશ્રી.

ઝોનલ શિબિરના પ્રથમ દિવસે રાત્રે સભા બાદ અંગત બેઠક કરવાની હતી.

રાત્રે ૯:૦૦ વાગ્યે ઠાકોરજીને A.C. રૂમમાં પોઢાડેલા. પ.પૂ. સ્વામીશ્રી સભા પૂર્ણ કરી પધાર્યા. ઠાકોરજીને તકલીફ ન પડે તે માટે પ.પૂ. સ્વામીશ્રીએ પોતે બહાર બિરાજમાન થઈ હરિભક્તો સાથે અંગત બેઠક કરી.

આમ, ઠાકોરજીનું મુખ્યપણું રાખી, સહેજ પણ સેવામાં ઓછપ ન આવે તેનો ખ્યાલ રાખ્યો-રખાવ્યો.