દેવડા ગામ.

મહાપ્રભુ ભગવાન સ્વામિનારાયણની ગામમાં વાજતે ગાજતે પધરામણી.

હરિભક્તો ભાવથી રસોઈઓ નોંધાવે.

એ ગામના ગરીબ હરિભક્ત હરખશા. પરિસ્થિતિ ખૂબ દુર્બળ.

ઘરનો વ્યવહાર માંડ ચાલે.

પણ અંતરમાં મહારાજ પ્રત્યેનો પ્રેમ અમીર તેથી એક વાર મહાપ્રભુનાં દર્શને જતા મહાપ્રભુને પ્રાર્થના કરી,

“મહારાજ ! દયાળુ ! આપ મારા ઘરે જમવા પધારશો ?”

“હા, કેમ નહીં ? પણ એક શરત.” મહારાજે કહ્યું.

“શું શરત મહારાજ ? આપ જેમ કહેશો તેમ કરીશ.”

“ભગત, જો તું અમારા માટે રોટલો-ગૉળનું ઢેફું ને છાશ એટલું જ બનાવ તો અમે આવીએ.”

“અરે મહારાજ ! આપ પધારો અને હું સાવ સાદું ભોજન જમાડું ?”

“અમે તારા ભોજનના ભૂખ્યા નથી. અમે તો ભાવના ભૂખ્યા છીએ.”

વાહ દયાળુ, આપ કેવા ભક્તવત્સલ છો, આપના હરિભક્તોની પરિસ્થિતિને અનુરૂપ થઈ જાવ છો...!