ગુરુદેવ પ.પૂ.બાપજી જ્યારે જ્યારે ઘાટલોડિયા મંદિરે પધારે ત્યારે રસ્તામાં શાસ્ત્રીનગરના દેવ મહારાજ મેઇન રોડ ઉપર આવીને ઊભા રહી જાય.

તેમનો પ્રેમ જોઈ ગુરુદેવ પ.પૂ. બાપજી જોડેવાળાને કહે, “દેવ ત્યાં ઊભો હશે. એ બાજુ થઈને લેજો. અમારે એની સેવા લેવાની છે.” આમ, ગુરુદેવ પ.પૂ.બાપજી બાળમુક્તની સેવા સ્વીકારવા ગાડી અચૂક ઊભી રખાવે.

વળી આ દિવ્યપુરુષની કરુણા તો જુઓ! સેવા સ્વીકારીને પોતે ક્યારેક એમ પણ જણાવે કે, “આને અલગ રાખજો; અમે જમાડીશું.”

ગુરુદેવ પ.પૂ.બાપજીએ આવા નાના નાના બાળમુક્તોની સેવા વર્ષો સુધી સ્વીકારીને તેમને દિવ્ય સ્મૃતિ આપીને સુખિયા કર્યા છે.

આહાહાહા... ગુરુદેવ પ.પૂ.બાપજીની કેવી દયા... કેવી કરુણા...!