તા. ૨૪-૬-૨૦૧૩ના રોજ સ્વામિનારાયણ ધામ ખાતે સમર્પિત તાલીમ કેન્દ્રની પ્રથમ બેચના મુક્તોનો પ્રથમ સાધક દીક્ષા સમારોહ યોજાયો હતો.

દીક્ષાવિધિમાં ગુરુદેવ પ.પૂ. બાપજીએ દીક્ષાર્થી મુક્તોને વસ્ત્ર અર્પણ કરી નૂતન નામાભિધાન કર્યું. ત્યારબાદ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુદેવ પ.પૂ. બાપજીનું પુષ્પહારથી પૂજન કર્યું. ગુરુદેવ પ.પૂ. બાપજી હાર કંઠમાંથી ન ઉતારે તેવો સંકેત આપતાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ થોડી વાર હાર પકડી રાખ્યો પરંતુ,

જેમને અવરભાવની મોટ્યપની કોઈ સ્પૃહા જ નથી એવા ગુરુદેવ પ.પૂ. બાપજીએ સાહજિકતાથી હાર કાઢી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને પહેરાવી દીધો અને નિકટ બોલાવી કહ્યું, “પહેરી રાખજે.”

પરંતુ દાસત્વ સમા ગુરુમહિમાની મૂર્તિ એવા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ગુરુઆજ્ઞા કરતાં ગુરુની ગરિમાને અખંડિત રાખતાં તરત જ હાર કાઢી નાખ્યો.

ગુરુની આગળ પોતાના અસ્તિત્વનો સંપૂર્ણ પ્રલય કરી વર્તનાર ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન !