હે ગુરુદેવ પ.પૂ. બાપજી ! જ્યારે કોઈ બાળમુક્ત આપની અતિ નિકટ આવે પછી એને પ્રશ્ન પૂછે, “તારે કોના જેવા થવાનું છે ?”

પછી ગુરુદેવ પ.પૂ. બાપજી આપ જ એને શીખવતાં કહો કે, “તું સ્વામીશ્રી જેવો થજે... તું સિદ્ધાંતવાદી થજે.” એમ કહી બાળપણથી જ જીવનધ્યેય સ્પષ્ટ કરાવે.

પછી એ બાળક જ્યારે જ્યારે નિકટ દર્શને આવે ત્યારે બાપજી, આપ એને સંકલ્પની પુષ્ટિ કરાવતાં કહો, “જોજે હોં તારે સ્વામીશ્રી જેવા દિવ્ય સંત થવાનું છે.”

 હે બાપજી ! આપની કેવી દાસત્વભાવની પરાકાષ્ઠા કે આપ ગુરુસ્થાને હોવા છતાં બાળકોને પોતાના શિષ્ય સમ પ્રતિકૃતિ બનવાનો ઉપદેશ આપો. આવી આપની સાથે વિતાવેલી અનેક પળો બાળમુક્તોનું સંભારણું બની રહી છે.

આમ, ગુરુદેવ પ.પૂ. બાપજી આપે શીખવેલ ધ્યેય વાતો બાળમુક્તોના જીવનની કાયમી મૂડી બની રહી છે.

ધન્ય હો... ધન્ય હો... ગુરુદેવ પ.પૂ. બાપજી ! આપના દિવ્ય ચરણોમાં કોટિ કોટિ વંદન !