ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ ઠાકોરજીની મિલકતનો દુર્વ્યય થતો અટકાવ્યો
તા. ૨-૬-૧૩ ને રવિવારના પ્રાત: કાળે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી રાજકોટ મંદિરના સભાહૉલમાં માળા-પ્રદક્ષિણા કરી રહ્યા હતા.
ઉનાળાની સખત ગરમી હતી તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનાં દર્શન કરવા આવેલ મુક્તે પ્રદક્ષિણા વિભાગમાં ત્રણ-ચાર પંખા ચાલુ કર્યા. જેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને ગરમી ન લાગે.
પ્રાત: કાળે સદૈવ મૌનધારક આ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને એવુ રુચ્યું નહીં. તેઓ નિ:શબ્દ રહી સ્વયં ચાલુ પ્રદક્ષિણાએ બહારથી પવન આવે એવો એક દરવાજો ખોલી આવ્યા અને બધા પંખાની સ્વીચ બંધ કરી દીધી.
ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો ઠાકોરજીની સંપત્તિનો કરકસરયુક્ત ઉપયોગ કરવાનો મૂકઆગ્રહ તથા સાધુતાયુક્ત જીવન હંમેશાં પ્રતિકૂળતાને સહન કરવાનો મૂકસંદેશ યુવકમુક્તના જીવ સટોસટ વણાઈ ગયો.