ગુરુદેવ પ.પૂ. બાપજી અનંતના ગુરુ હોવા છતાં વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી ઉપર અત્યંત રાજીપો વરસાવે, સ્વમુખે તેમનો મહિમા સમજાવે :

પોતાના સંતો અને સમગ્ર સમાજને એવું કહે કે, “બધાયે સ્વામીશ્રી સામે દ્રષ્ટિ રાખવી. એ વઢે, રોકેટોકે તોપણ ગમાડવું. મારે તમને રોકટોક કરવાની ઓછી છે, સ્વામીને રોકટોક ઝાઝી કરવાની છે એનામાં વિશેષ દિવ્યભાવ રાખવો.”

આમ, પોતાના સર્વશ્રેષ્ઠ શિષ્યનો મહિમા ગુરુદેવ પ.પૂ. બાપજી સ્વમુખે ઘણી વાર સભામાં ગાતા હોય છે :

“અનંતકોટિ બ્રહ્માંડમાં આ સ્વામી (પ.પૂ. સ્વામીશ્રી) જેવો સાધુ શોધ્યો જડે તેમ નથી.”

સંપ્રદાયના સઘળા સાધુને એક પલ્લામાં મૂકો ને બીજા પલ્લામાં સ્વામીને મૂકો તોય સ્વામીનું પલ્લું ઊંચું નહિ થાય.

“સ્વામી જેવો દયાળુ કોઈ નથી...! એનો રાજીપો જે કમાયો એ ન્યાલ થઈ જશે.”

“સ્વામીને તો મહારાજે સ્પેશ્યલ મોકલ્યા છે.”

“આ સ્વામીની સ્થિતિ પરભાવની છે. એ પરભાવમાંથી આવ્યો છે એટલે સાથે પરભાવ-દિવ્યભાવ લાવ્યો છે. એટલે એ આખા સત્સંગને પરભાવ દ્રઢ કરાવવા મથે છે. અને આખા સત્સંગને એણે દિવ્યભાવમાં રાચતો કર્યો છે.”