“હે મહારાજ, હું આ તમારી ઉપાસના પ્રવાર્તાવું છું, હું કાંઈ બધાને મારો મહિમા કહેતો નથી; આપનો જ મહિમા કહું છું.

મારે કંઈ મારો સિદ્ધાંત પ્રવાર્તાવવાનો નથી. આપના જ સિદ્ધાંતનું પ્રવર્તન કરવાનું છે. તોપણ જોડમાં રાખવા માટે મારી પાસે એક સાધુ પણ નથી.

હે મહારાજ, મને એક એવો સાધુ તો આપો જેથી આપના સર્વોપરી સિદ્ધાંતનું હું ગામોગામ પ્રવર્તન કરી શકું.

હે મહારાજ, મારે ઝાઝા સાધુ નથી જોઈતા. માત્ર એક સાધુ આપો... પણ એક સાધુ એવો આપો જે આપના સિદ્ધાંતોના દિગંતમાં ડંકા વગાડે ને કારણ સત્સંગ વિશ્વવ્યાપી કરે.”

રંગમહોલના ઘનશ્યામ મહારાજ જોડે ગુરુદેવ પ.પૂ. બાપજી વાત કરતા હતા.

“મહારાજ, ચારે તરફ પ્રતિકૂળ સમય-સંજોગો તથા અપમાન અને તિરસ્કારોએ માઝા મૂકી છે. વિચરણમાં સાથે લઈ જવા કોઈ જોડમાં સાધુ નથી. મહારાજ, આ કેવો કપરો કાળ ! અમારે શું આપની આજ્ઞા લોપીને સિદ્ધાંત પ્રવર્તન કરવાનું ? ના મહારાજ, ના. મહારાજ કેવી કઠણાઈ !”

ઘનશ્યામ મહારાજ સાથે વાતનો દોર જેમ આગળ વધતો જતો હતો તેમ ગુરુદેવ પ.પૂ. બાપજીના શબ્દો ભારે થતા જતા હતા. હવે તો તેમનાથી બોલી શકાય તેમ જ ન હતું. હૈયું ભારે થઈ ગયું. અંતરના ઊંડાણથી ઉદ્ગારો સર્યા :

“મેરે તો એક તુમ હી આધારા...”

નેત્રમાં અશ્રુની ધારા વહેતી હતી. અંતરના ગદ્ગદભાવથી બાપજી પ્રાર્થનાના શબ્દો આગળ વધારી રહ્યા હતા. પ્રાર્થનાના અંતિમ શબ્દો :

“મુક્તાનંદ કહે અંતરજામી, કહાં સમજાવું મેરે પ્રીતમ પ્યારા...” બોલતાં કંઠ રૂંધાઈ ગયો. હ્રદય હિબકે ચડયું.

“સ્વામી, તમારી પ્રાર્થના પહોચી ગઈ. મહારાજ જરૂર તમારો સંકલ્પ પૂરો કરશે જ. મહારાજ જરૂર સૌ સારાં વાનાં કરશે જ. તને સર્વશ્રેષ્ઠ સાધુની ભેટ આપશે.” ગુરુદેવ પ.પૂ. બાપજીના ખભા પર હસ્ત મૂકતાં સદ્. મુનિસ્વામીએ આશીર્વાદ આપ્યા.

સદ્. મુનિસ્વામીનાં દર્શન-આશીર્વાદથી ગુરુદેવ પ.પૂ. બાપજી દુ:ખમાત્ર વિસરી ગયા. અને એમનાં રોમ રોમ આનંદથી પુલકિત થઈ ગયાં.

અને એટલે જ તો પોતાના ક્રાંતિકારી કાર્યના પ્રારંભ અગાઉથી જ પૂર્વાપર આયોજન રૂપે તેઓએ અમીરપેઢીના સમર્થ સદ્. મુનિબાપા પાસે દદુકાના પ.ભ. શ્રી કેશવલાલ ઠક્કરને ઘેર મહારાજના મુક્ત પુત્ર સ્વરૂપે મોકલે એવી પ્રાર્થના કરી હતી.

ત્યારે સદ્. મુનિબાપાએ આશીર્વાદ આપ્યા, “જાવ, એક નહિ બે પુત્ર થશે પરંતુ આધા તુમ્હારા, આધા હમારા.” એ આશીર્વાદ મુજબ ‘આધા હમારા’ એટલે આપણા ‘વ્હાલા ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી’