તા. ૮-૩-૨૦૧૭ને બુધવારે સાંજે ૪ વાગ્યે વ્હાલા ગુરુદેવ પ.પૂ.બાપજી ફોટોગ્રાફી કલેક્શન માટે પૂ.સંતોની ઘણી પ્રાર્થના સાંભળી સ્વામિનારાયણ ધામ ખાતે પધાર્યા હતા. વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રી, પૂ.સંતો, એસ.ટી.કે.ના મુક્તો, ગુરુકુલના મુક્તો પણ સાથે હતા. ગુરુદેવ પ.પૂ.બાપજી ઠાકોરજીનાં દર્શન કરી લઘુ કરવા માટે પૂજારી રૂમમાં પધાર્યા. તે વખતે ઘણા ગુરુકુલના બાળમુક્તોગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શન કરવા ઊભેલા.સૌ અંદર અંદર વાતો કરતા હતા. તે જોઈ ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીએ કહ્યું કે, “મુક્તો ૪ વાગ્યા છે. ઠાકોરજી જાગ્યા છે. બધાય મુક્તો મહારાજને પ્રાર્થના,ઓરડાનાં પદો તથા માનસીપૂજા કરી લો.” તેમ કહી પૂજારી રૂમમાં પધાર્યા. ત્યાં પૂ.સંતોને પણ કહ્યું કે, “સંતો, માનસીપૂજા થઈ ગઈ?બાકી હશે! પહેલાં મહારાજ પછી બીજું બધુંય.” એમ કહી સમયે માનસીપૂજા કરી લેવાની રુચિ જણાવી.