તા.૭-૪-૨૦૧૭ને શુક્રવારના રોજ એકાદશી ઉપવાસ હોવાથી ગુરુદેવ પ.પૂ. બાપજીને અવરભાવમાં સારું નહોતું.રાત્રે ૮ વાગ્યે ચેષ્ટા વખતે વ્હાલા ગુરુવર્ય પ.પૂ.સ્વામીશ્રીનો ફોન આવ્યો. એટલે પૂ. સંતો બાપજીની તબિયત બાબતે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સાથે વાત કરતા હતા.

ગુરુદેવ પ.પૂ. બાપજીએપૂછ્યું, “કોનો ફોન છે?”

પૂ.સંતોએ કહ્યું, “ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનો ફોન છે.”

ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું, “શું કહે છે?”

પૂ. સંતોએ કહ્યું, “બાપજી, આપની તબિયત બાબતે પૂછે છે.”

ગુરુદેવ પ.પૂ. બાપજીએ કહ્યું, “સ્વામી મારી બહુ ચિંતા રાખે છે. સ્વામી તો સ્વામી જ છે. સ્વામીની શું વાત કે’વી?”

ફોન પૂર્ણ થયા બાદ ગુરુદેવ પ.પૂ.બાપજીએ પૂ.સંતોને કહ્યું,“ સંતો! તમે સૌ સ્વામીની આજ્ઞામાં રહેજો. સ્વામી કે’ એમ કરવું તો સ્વામી રાજી થાય.”

આમ, ગુરુદેવ પ.પૂ. બાપજીએ સૌ સંતોને ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની આજ્ઞામાં રહેવાના પાઠ શીખવ્યા.