૧૫-૩-૨૦૧૭ ને બુધવારે ગુરુદેવ પ.પૂ.બાપજી સ્વામિનારાયણ ધામ ખાતે એસ.ટી.કે.ની સભામાં પૂ.સંતો તથા એસ.ટી.કે.ના મુક્તોને એક પ્રશ્ન પૂછેલો તેના ઉત્તર માટે વારાફરતી બધાને ઊભા કરતા હતા. ગુરુદેવ પ.પૂ.બાપજીએ સૌને ઊભા રાખ્યા તેનો ઘણો સમય થઈ ગયેલો.

તેથી એક પૂ.સંતે પ્રાર્થના કરી કે, “બાપજી, આ પૂ. નિષ્ઠાસ્વામી વડીલ કહેવાય.તે બેસી જાય?” ગુરુદેવ પ.પૂ. બાપજી તે સંતનો મર્મ સમજી ગયા અને કહ્યું કે,

“બધાય રાજી રહેજો. તમે તો મહારાજના મુક્તો કહેવાઓ. અમારાથી તમારો અપરાધ થઈ ગયો. તમને ઊભા રાખ્યા. તમારો અપરાધ થાય ભેળો મહારાજનો પણ અપરાધ થાય.બધા સંતો બેસી જાઓ.”

વાહ! નાનાથી નાના પૂ.સંતોના અપરાધની પણ કેટલી બીક!