તા. ૧૭-૩-૨૦૧૮ ને શનિવારના રોજ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી મોરબી ખાતે સત્સંગ વિચરણ અર્થે પધાર્યા. ત્યાં એક શાળામાં (ઓમ શાંતિ મેનેજમેન્ટ સ્કૂલ) બે દિવસની શિબિરનું આયોજન થયું હતું.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને થોડી ચરણમાં તકલીફને લીધે શિબિર સ્થળે પોઢવા માટે નજીકમાંથી સ્ટીલની પાટ લાવ્યા હતા. ગુરુજીએ આ પાટ જોતાં તરત જ સેવક સંતને કહ્યું કે, “આપણને આ પાટ ન શોભે. આ તો રજોગુણી કહેવાય. આમાં આપણે ન પોઢાય.”

“પણ દયાળુ, આપને ચરણની તકલીફ છે ને...” પૂ. સંતોએ પ્રાર્થના કરતાં કહ્યું.

“દેહના સુખ માટે આવી રજોગુણી વસ્તુ ગ્રહણ કેમ કરવી !!! તમે ચિંતા ન કરો, અમે નીચે પોઢાડીશું. આપણે તો મહારાજ રાખે તેમ રહેવાનું હોય !!”

આમ, ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દિવ્ય સાધુતાની રીતડી પૂ. સંતના માનસપટ પર અંકિત થઈ ગઈ.