“સ્વામી, ક્યાં જાવ છો ?”

“મુનિબાપાની કથાનો લાભ લેવા જઉં છું.”

“સ્વામી, એક સેવા હતી; કરશો ?”

“શું સેવા છે કહો ને !”

“લો, આટલા લાડવાનાં મૂઠિયાં ખાંડી નાખો.” એમ કહી વીસ કિલો લાડુનાં મૂઠિયાં તેમને એકલાને ખાંડવા બેસાડી દીધા.

સંતોની આજ્ઞાએ ગુરુદેવ પ.પૂ. બાપજી મૂઠિયાં ખાંડતા હોય પણ તેમના કાન તો કથામાં જ હોય.

ગમે તેવા સંજોગ હોય પણ કથા અતિ આગ્રહી થઈ સાંભળતા.

સદ્. મુનિસ્વામી થકી સાંભળેલી વાતો વિષે વાત કરતાં ગુરુદેવ પ.પૂ. બાપજી કહેતા કે, “સદ્. મુનિસ્વામીએ કયા દિવસે, કયા સ્થળે, કયા સમયે, કઈ વાત કરી હતી તે અમને આજે પણ બેઠી યાદ છે. અને આજે જે કાંઈ કથા કરીએ છીએ તેમાં હજુ એક શબ્દનો પણ ફેર પડ્યો નથી. જેવી વાત સદ્. મુનિસ્વામી થકી સાંભળી હતી તેવી જ બેઠી કરીએ છીએ.”

કેવો કથાવાર્તા શ્રવણ કરવાનો આગ્રહ ! કેવી અનોખી રીત !!