“સિધ્ધાંતમાં સમાધાન નહિ ને નિયમ ધર્મમાં છૂટછાટ નહીં."

  ઈ.સ. ૨૦૧૧ની સાલમાં ગુરુદેવ પ.પૂ. બાપજીનું મહેસાણા વિચરણ હતું અને ત્યાં જ્ઞાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ તે પહેલાં એક ઘરના જ હરિભક્તને ત્યાં મહાપૂજા રાખેલી હતી. ત્યારે એક સમર્પિત મુક્ત પણ ગુરુદેવ પ.પૂ. બાપજીની જોડે સેવામાં હતા. મહાપૂજા પૂરી કરીને મંદિરે પરત પધારવા ગુરુદેવ પ.પૂ. બાપજી ગાડીમાં બિરાજમાન થવા જતા હતા. તેઓ જ્યાં ઊભા હતા ત્યાં પાછળ જ મંડપ બાંધેલો અને એ મંડપમાં મહિલાઓને માટે પ્રસાદીની વ્યવસ્થા રાખેલી હતી. નિયમ-ધર્મમાં અને આજ્ઞામાં અણીશુદ્ધ વર્તનાર ગુરુદેવ પ.પૂ. બાપજી સમર્પિત મુક્તનો હાથ ખેંચી કડક શબ્દોમાં કહ્યું કે, “ખબર નથી પડતી ધ્યાન રાખ; પાછળ મહિલાઓ માટે મંડપ બાંધેલો છે. હમણાં અડી જઈશ તો એક થઈ જશે અને મારે ઉપવાસ પડશે.” એ દિવ્યપૂરુષને મહારાજની નાની આજ્ઞા પાળવામાં પણ કેટલી તત્પરતા ! એમને તો જરૂર નથી છતાં આપણને શીખવવા કેટલા તત્પર થઈને વર્તે છે..!