ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે દયાનો દરિયો.

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી એટલે માતૃવાત્સલ્યતાનો મહાસાગર.

એક વખત ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પંચમહાલ (ગોધર) ખાતે વિચરણમાં પધાર્યા હતા. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી સભામંડપમાં સૌને લાભ આપી રહ્યા હતા.

એક બાજુ સભા ચાલુ હતી અને બીજી બાજુ ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની ઉપર જે પંખો હતો તેમાંથી અવાજ આવતો હતો. ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું તથા સભાજનોનું ધ્યાન વારંવાર તે તરફ ખેંચાવા માંડ્યું. તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ કહ્યું, “સંતો, આ પંખાને કારણે સભામાં બધાને ડિસ્ટર્બ થાય છે તેથી આ પંખો બંધ કરાવી દો.”

“પરંતુ દયાળુ, આપને ગરમી લાગશે.”

“સભામાં બધાને ડિસ્ટર્બન્સ ન થવું જોઈએ.” આટલું કહી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પંખો બંધ કરાવી દીધો.

અવરભાવમાં ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીને ગરમીનું અંગ છે છતાં તેમણે પોતાના અવરભાવ સામે દૃષ્ટિ જ ન કરી. થોડી વારમાં તો ગરમીને લીધે ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું ગાતડિયું પરસેવે રેબઝેબ થઈ ગયું.

એવામાં પછી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીની દૃષ્ટિ હરિભક્તો બેઠેલા તેની ઉપરનો એક પંખો બંધ હતો તેની પર પડી. તેથી ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ પૂ. સંતોને પૂછ્યું કે, “સંતો, આ પંખો કેમ બંધ છે ? હરિભક્તોને ગરમી લાગતી નહિ હોય ?”

“દયાળુ, એ પંખો બગડી ગયો છે માટે એ બંધ છે.”

“સંતો, આપણે ધ્યાન રાખવું જોઈએ, કોઈ મુક્તોને તકલીફ ન પડવી જોઈએ. આવી જાહેર સભાનું આયોજન થયું હોય ત્યારે અગાઉથી બધું ચેકિંગ કરી લેવું જોઈએ. તેમાં સુધારો લાવી દેવો જોઈએ.” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીએ સંતોને હળવી ટકોર કરી.

પોતે ગરમી સહન કરી છતાં બીજાને ગરમી ન થાય એની ચિંતા રાખી. તેથી જ અનુભવીઓએ કહ્યું છે ને “સંત પરમ હિતકારી જગતમાંહી સંત પરમ હિતકારી...”

ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રી પરભાવનું સ્વરૂપ હોવા છતાં કેવું પરહિતકારી સ્વરૂપ છે ! દયાળુ, આપના ચરણોમાં કોટિ કોટિ વંદન !!!