એકાદશીનો દિવસ હતો. ગુરુવર્ય પ.પૂ. બાપજીનું અવરભાવનું સ્વાસ્થ્ય આજે નાદુરસ્ત હતું. શરીરે ખૂબ તાવ અને કળતર હતી. ડૉક્ટરની સલાહ મુજબ આરામની સખત જરૂર હતી.

     સંતોએ પ્રાર્થના કરી, “બાપા ! આપને આરામની જરૂર છે માટે આપ આરામ કરો તો સારું !”

     ત્યારે ગુરુવર્ય પ.પૂ. બાપજીએ કહ્યું, “આજે એકાદશી છે. મહારાજની આજ્ઞા છે માટે દિવસની નિંદ્રાનો અતિશે યત્ને કરીને ત્યાગ કરવો જોઈએ. માટે અત્યારે આરામ ન જ કરાય.”

     સંતોએ ખૂબ વિનંતી, પ્રાર્થના કરી છતાં ગુરુવર્ય પ.પૂ. બાપજી એકના બે ન જ થયા.

     આજ્ઞા એટલે આજ્ઞા...