ભાવનગર નિવાસી પ.ભ. પ્રકાશભાઈ ગુરુદેવ પ.પૂ. બાપજીનાં દર્શને આવ્યા. 

તેઓનું અતિશે પ્રેમનું અંગ એટલે દંડવત કરી સીધા ગુરુદેવ પ.પૂ. બાપજીના ચરણ ઝાલી ચોંટી પડ્યા, “બાપજી, આપનાં દર્શન થયાં, સ્પર્શ થયો ને હું તો ધન્ય બની ગયો. મારે તો આપનાં દર્શન એટલે ભગવાનનાં દર્શન. મારા માટે તો આપ જ ભગવાન છો.”

 આટલું કહ્યું ત્યાં ગુરુદેવ પ.પૂ. બાપજી બિલકુલ રાજી ન થયા અને તેમને ટકોર કરતાં કહ્યું, “પ્રકાશભાઈ, તમને પ્રેમ ખૂબ છે, પણ સમજણ દૃઢ રાખો કે અનંતકોટિ બ્રહ્માંડમાં ભગવાન તો એક સ્વામિનારાયણ જ છે. સત્પુરુષ એ ભગવાન નથી, સેવક છે. એ મૂર્તિના સુખભોક્તા છે.”

 એમ કહી ગઢડા મધ્ય પ્રકરણના 57મા વચનામૃત દ્વારા તેમની સમજણની અશુદ્ધિ દૂર કરવા ગુરુદેવે સત્સંગ કરાવ્યો.