રાત્રે 3:15 વાગ્યે રજાઈ ઓઢાડી
૧૭ ફેબ્રુઆરી, સ્વામિનારાયણ ધામ, ગાંધીનગર. સંત આશ્રમ શયનખંડ રાત્રિના 3:15 વાગેલા.
એક પૂ. સંતને ખૂબ ઠંડી ચડી. ઠંડીથી આખું શરીર ધ્રૂજતું હતું. ત્યાં અચાનક જ કોઈએ આવીને રજાઈ ઓઢાડી.
આટલી મોડી રાત્રે કોણે રજાઈ ઓઢાડી તે જોવા પેલા સંતે નેત્ર ખોલ્યાં તો સામે વ્હાલા ગુરુજીનાં દર્શન થયાં. ગુરુજીનાં દર્શન કરી પૂ. સંત ગળગળા થઈ ગયા અને માત્ર એટલું જ બોલી શક્યા,
“દયાળુ આપ !! આ સમયે !!”
ગુરુજીએ પેલા સંતને કંઈ બોલવા જ ન દીધા. સ્વયંનો માતૃવાત્સલ્ય હસ્ત પેલા સંતના શિરે ફેરવતાં એટલું જ બોલ્યા,
“સ્વામી, બહુ જ ઠંડી ચડી છે નહીં, માટે રજાઈ ઓઢાડી છે તો હવે પોઢી જાવ !” આટલું કહી ગુરુજી સ્વયંના આસને પોઢવા પધાર્યા.
અપાર... અકલ્પનીય... પ્રગાઢ છતાં સંપૂર્ણ નિ:સ્વાર્થ માતૃવાત્સલ્યનો મહાસાગર એટલે મારા ગુરુજી.