18-7-17ને મંગળવારના રોજ સવારે ગુરુકુળના બાળમુક્તોને લાભ આપતાં પ.પૂ. સ્વામીશ્રીએ પૂછ્યું,

“બાળમુક્તો, તમને કોઈ તકલીફ પડતી નથી ને !”

“ના સ્વામી...”

“જયેશભાઈ (ગૃહપતિ), બાળમુક્તોને જમાડવામાં કોઈ તકલીફ નથી ને !”

“ના દયાળુ, કોઈને કંઈ જ તકલીફ નથી.”

“અરે, જયેશભાઈને ક્યાં કોઈ તકલીફ છે ! બાળકોને પૂછીએ જે તકલીફ પડે છે તે બાળકો હોય છે. માટે બાળકોને પૂછીએ...

“બધાને શાક, રોટલી અને બધી વાનગી જમાડવામાં અનુકૂળ આવે છે ને !”

“હા સ્વામી, બધું જ બરોબર છે.”

“સાચું બોલવાનું. ખરેખર કોઈને તકલીફ પડતી હોય તો કહો. ભોજન બહુ તીખું તો નથી પડતું ને ! શાકમાં બહુ તેલ નથી હોતું ને… બોલો કોઈને કંઈ તકલીફ હોય તો બોલો...” આ બાળમુક્તોને પૂછ્યું.

 પરંતુ કોઈ બાળમુક્તોએ કાંઈ ના ફાવે તેવું જણાવ્યું નહિ પછી સ્વામી બોલ્યા : “હાશ, બાળમુક્તોને કોઈ તકલીફ નથી એટલે સારું. પણ તમે બધા રોજ જમાડવામાં જે હોય તે બધું જમાડો છો કે નહીં ? જેમ કે, કોઈને શાક ન ભાવે, ભાખરી ન ભાવે, ખીચડી ન ભાવે તો કોઈકને દાળભાત ન ભાવે. એવા કોઈ ખરા ? ચાલો જે આવા હાઢુડા હોય તે હાથ ઊંચો કરો !”

20% જેટલા બાળમુક્તોએ હાથ ઊંચો કર્યો એટલે તેઓ બોલ્યા,

“ચાલો... આજથી બધાને નિયમ.બધાએ બધું જમાડવાનું.બધી જ જમાડવાની વાનગીઓ લેવાની ! પણ હાઢુડા નહિ રહેવાનું. ચાલો, બધાને મંજૂર છે ને ! ચલો હાથ ઊંચા કરો... તમે બધા બધું જમાડશો તો અમે તમારા માટે વિદેશથી મમ લાવીશું... રાજીને બધા..... ”

“હા સ્વામી, અમે બધું જમાડીશું અમે તમને પ્રોમિસ આપીએ છીએ.”