વ્હાલા પ.પૂ. સ્વામીશ્રી રાજકોટ ખાતે રાત્રિ શયન કરી પ્રાતઃ સમયે જાગ્યા.

તે પ્રથમથી જ પૂ. સંતો વહેલા જાગી ગયા હતા. અને તેમણે પ.પૂ. સ્વામીશ્રી જાગી ગયા એટલે A.C. બંધ કરી દીધું.

ત્યારે પ.પૂ. સ્વામીશ્રીએ A.C. ચાલુ કરીને પૂ. સંતોને મીઠી વાણી દ્વારા કહ્યું કે,

“હરિકૃષ્ણ મહારાજ હજુ પોઢ્યા છે.” આમ, કહી પ.પૂ. સ્વામીશ્રીએ જાતે A.C. ચાલું કર્યું.

આમ, મહારાજના અવરભાવનું ખૂબ જતન કરીને અનેક મુમુક્ષુને શીખ આપી દીધી.