પ.પૂ.સ્વામીશ્રીએ સ્વાસ્થ્ય સારું ન હોવા છતાંય મહારાજની આજ્ઞા સરાધાર પાળી છે
નૉર્થ અમેરિકા 2017ના વિદેશ વિચરણ દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીએ શ્રીજીમહારાજની જે કંઈ આજ્ઞાઓ છે તે સરાધાર પાળી અને પળાવી.
પ.પૂ.સ્વામીશ્રીનું અવરભાવમાં સ્વાસ્થ્ય સારું ન હોવા છતાંય આપત્કાળ ગણીને ક્યારેય લેશમાત્ર આજ્ઞાને ગૌણ કરી નથી.
પ.પૂ.સ્વામીશ્રીને વિદેશ વિચરણ દરમ્યાન 14થી વધુ ઉપવાસ થયા હતા.
કોઈ મુમુક્ષુએ આ જાણ્યું એટલે કહેવા લાગ્યા, “સ્વામી, આપ તો મહારાજના મુક્ત છો, સત્પુરુષ છો, તો આપને આજ્ઞાઓ પાળવાની હોય ! આજ્ઞાઓ તો સાધનિકને પાળવાની હોય ! તો આપ શા માટે આવી આજ્ઞાઓ શિરસાટે પાળો છો !?”
“દયાળુ,શ્રીજીમહારાજે નિષ્કામી એવા ત્યાગી સંતો માટે નિષ્કામશુદ્ધિમાં જણાવ્યું છે કે,‘નિષ્કામ વ્રતવાળો જે પુરુષ જે તે જો સ્ત્રી ભેળો એક ગાડા (અર્થાત્ વાહન) ઉપર બેસે તો એક ઉપવાસ કરવો.’ મહારાજની આજ્ઞા સિદ્ધ-સાધનિક બધા માટે છે.નિષ્કામ વ્રતને વરેલા દરેક ત્યાગી સંતે આ આજ્ઞા પાળવી એવો મહારાજનો સ્પષ્ટ અભિપ્રાય છે.માટે એ શિરસાટે સમાધાન કર્યા વિના અચૂક પાળવામાં આવશે.રાજી રહેજો…” એમ કહી હરિભક્તને પ.પૂ.સ્વામીશ્રીએ આજ્ઞાપાલન માટેની શીખ આપી.