નૉર્થ અમેરિકા 2017ના વિદેશ વિચરણ દરમ્યાન પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીના સંકલ્પને સાકાર કરવા માટે દીવો ત્યાં દાતણ નહિ ને દાતણ ત્યાં દીવો નહિ તેવા વિચરણમાં પણ નૂતન મંદિરની જગ્યા સંપાદન કરવા માટે સમય ફાળવતા હતા.

 ગુરુવર્ય પ.પૂ.બાપજીના સંકલ્પને સાકાર કરવા માટે પ.પૂ.સ્વામીશ્રીએ ખૂબ ભીડો વેઠ્યો હતો.

કોઈ ભક્તે કહ્યું,“સ્વામી,આપણે સંતો ઓછા ને વધુ જગ્યા લઈશું તો કેમ પહોંચી વળીશું ?”

દયાળુ,ગુરુવર્ય પ.પૂ.બાપજીનો સંકલ્પ એટલે મહારાજનો સંકલ્પ.એ સંકલ્પ માટે અમારું જીવીતવ્ય છે.એ માટે સર્વસ્વ કુરબાન છે.એમના મુખે વહેલું વચન સત્ય ન થાય ત્યાં સુધી અમે જંપીને બેસીશું નહીં.

ગુરુવર્ય પ.પૂ.બાપજીના સંકલ્પને સાકાર કરવા પ.પૂ.સ્વામીશ્રીના જીવનમાં,આગ્રહમાં,શબ્દોમાં  આવો જોમ,જુસ્સો,ઉત્સાહ ને મહિમા કાયમ જણાતો હોય છે.