પ્રથમ ઠાકોરજીની ચિંતા પછી અમારી એમ શીખ આપી.
નૉર્થ અમેરિકા 2017ના વિચરણ દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીએ ક્યારેય શ્રી હરિકૃષ્ણ મહારાજની ગૌણતા ને નિજની પ્રધાનતા થવા દીધી નથી.
સમયે સમયે શ્રી હરિકૃષ્ણ મહારાજની સેવા ખૂબ કરી છે.
એમને જમાડવા-પોઢાડવા ને જગાડવાની સેવામાં પ.પૂ.સ્વામીશ્રીએ મહારાજની મુખ્યતા જ વધારી છે.
એક વાર એક સંતે પ.પૂ. સ્વામીશ્રીને જળ ધરાવવાની વ્યવસ્થા અંગે અન્ય સંતોને જાણ કરી.
આ વાત પ.પૂ.સ્વામીશ્રી સાંભળી જતા બોલ્યા,“સ્વામી,તમે શ્રી હરિકૃષ્ણ મહારાજને કેમ ભૂલી ગયા ! મહારાજને પણ તરસ લાગી છે.પહેલાં આપ હરિકૃષ્ણ મહારાજની જળ ધરાવવાની વ્યવસ્થા કરાવો; અમારી નહિ કરાવો તો ચાલશે.”
આમ,વિદેશ વિચરણમાં પણ પ.પૂ.સ્વામીશ્રીએ હરિકૃષ્ણ મહારાજને કાયમી મુખ્ય રાખ્યા હતા.
સૌ સંતો-ભક્તો પ.પૂ.સ્વામીશ્રીના અવરભાવના જતનની ચિંતા રાખે-રખાવે જ્યારે પ.પૂ.સ્વામીશ્રી સદાય હરિકૃષ્ણ મહારાજની પ્રધાનતા રાખતા ને રખાવતા.