પ.પૂ.સ્વામીશ્રીના નૉર્થ અમેરિકા 2017ના સતત વિચરણને લીધે અવરભાવનું (શરીરનું) સ્વાસ્થ્ય નાદુરસ્ત હતું.

     એક દિવસ વિમાનની મુસાફરી દરમ્યાન પ.પૂ.સ્વામીશ્રીને માથાનો દુખાવો થવા લાગ્યો.

     શ્રીજીમહારાજની ધર્મામૃતની આજ્ઞાનુસાર પૂ. સંતોને ઉપવાસ કરવો પડે.

     પરંતુ પ.પૂ.સ્વામીશ્રીને દુખાવો ખૂબ અસહ્ય હોવાથી સંતો-ભક્તોએ પ.પૂ.સ્વામીશ્રીને પ્રાર્થના કરતાં કહ્યું, “સ્વામી,આપને માથાનો દુખાવો ન થાય તેની દવા લઈ લો... આ દુખાવાને કારણે આપને અવરભાવમાં ચેન પડતું નથી... અમારાથી આ જોવાતું નથી... અમારી પ્રાર્થના સ્વીકારો...”

     “મુક્તો,આ કોઈ કાળે નહિ બને... દવા માટે અમારે પાણી લેવું પડે અને એમાં મહારાજની આજ્ઞા લોપાય; માટે દવા તો અમે નહિ લઈએ... જે થવું હોય તે થાય પણ મહારાજની આજ્ઞામાં છૂટછાટ નહિ લેવાય... જાવ, આપ સૌ આપની જગ્યાએ બેસી જાવ...”

     પ.પૂ.સ્વામીશ્રીએ વિકટ સ્થિતિમાં પણ અવરભાવની અવગણના કરી આજ્ઞાની અખંડિતતા અતિશે દૃઢપણે રાખી હતી.