“સ્વામી, જય સ્વામિનારાયણ દયાળુ. સાષ્ટાંગ દંડવત પ્રમાણ.”

     “જય સ્વામિનારાયણ, બોલો મહારાજ શું કામ હતું.”

     “સ્વામી, ગાડી લેવી છે તો આપની આજ્ઞા લેવા માટે ફોન કર્યો છે. ગાડી લઉં ?”

     “ઘરમાં કેટલી ગાડી છે અને કેટલા મુક્તો છે ?”

     “દયાળુ, બે મુક્તો છે અને બે ગાડી છે.”

     “તો ત્રીજી કોના માટે લેવાની છે ?”

     “સ્વામી, એક ગાડી જૂની થઈ ગઈ છે તે વેચીને નવી લેવાની છે.”

     “કેટલાં વર્ષ થયાં ?”

     “સ્વામી, બે વર્ષ થયાં.”

     “ભલા ભગત, અમારા સંતો ૮-૧૦ વર્ષ જૂની ગાડી વાપરે છે, અમારી ગાડીને છ વર્ષ થયાં. કેટલું વિચરણ હોય છે તોય હું વાપરું છું. સંતો ૧ વર્ષથી બદલવા કહે છે તોપણ બદલતો નથી અને તમે બે વર્ષમાં જૂની થઈ ગઈ કહો છો. દયાળુ, આ પૈસા આપના નથી, મહારાજના છે; માટે તેનો દુર્વ્યય ન કરાય.”