બાળકે દર્શાવેલ ભૂલને પણ સહજતાથી સ્વીકારી.
“સત્સંગ માટે સર્વસ્વ ન્યોછાવર કરવાની તૈયારી આપણા રોમેરોમમાં હોવી જોઈએ તો આપણે મહારાજ, બાપા, બાપજીનો યથાર્થ મહિમા સમજ્યા કહેવાય. બસ, આ કારણ સત્સંગ માટે Do and die એટલે કે કરેંગે યા મરેંગે.”
“દયાળુ…”સભામાં આગળ બેઠેલ એક બાળમુક્ત હાથ ઊંચો કરી મનમાં બોલ્યો.
“શું કહેવું છે મહારાજ…?”
“સ્વામી, સ્વામી તમે હમણાં બોલ્યાને do and die પણ એવું ન આવે do or die એવું આવે.”
બાળમુક્તએ જણાવેલ સુધારાને કોઈ જ પ્રકારનો સંકોચ કે સંદેહ રાખ્યા વિના પ.પૂ. સ્વામીશ્રીએ ચાલુ સભામાં સહજભાવે કાન પકડી કહ્યું. “હા મહારાજ, બોલવામાં ભૂલ રહી ગઈ ખરી Thank you very much, આજે તમે મારી ભૂલ સુધારી હવે પછી આ ભૂલ ક્યારેય નહિ થાય.”