“શ્રીજીમહારાજનો અભિપ્રાય આજદિન સુધી મુમુક્ષુ સમજી શક્યા નથી.” ગુરુવર્ય પ.પૂ. બાપજી બોલ્યા.

     “હા, બાપજી મહારાજની મહિમાની વાતો થાય છે.” એક હરિભક્ત પુષ્ટિ આપતા બોલ્યા.

     “અમે પણ ૬૦ વર્ષથી એકધારી વાતો કરીએ છીએ, મહારાજની વાતો કરી કરીને બાયપાસ કરાવ્યું છે પણ એમાં સોંપો પડવા દીધો નથી. આવા મહારાજ મળ્યા છે ને વાતો ન થાય...”

     “હા બાપા, વાતો થાય જ !” બધા સભાજનો બોલ્યા.

     “તો તમે પણ આવી વાતો કરો... અમે પણ છેલ્લી ઘડી સુધી આ જ કરવાના છીએ.”