“બાપજી, આ બધા સંતો-ભક્તો પર રાજી થજો. પ.પૂ. સ્વામીશ્રી બે હાથ જોડી બોલ્યા.

     ગુરુવર્ય પ.પૂ. બાપજી નિરુત્તર રહ્યા.

     “બાપજી સૌની પર રાજી થજો. પ.પૂ. સ્વામીશ્રી બોલ્યા.

     “સ્વામી, આવું ક્યારે કહેવું પડે ?”

     પ.પૂ. સ્વામીશ્રી ગુરુવર્ય પ.પૂ. બાપજીનો મર્મ સમજી ગયા.

     “બાપજી, આપ રાજી જ છો, પણ સૌના પર અતિશે રાજી થજો.

     “હા સ્વામી ! અમે સૌના પર બહુ રાજી છીએ.

    એમ કહી બે હસ્ત ફેલાવી સૌના પર રાજીપો વરસાવ્યો.