પ.પૂ.સ્વામીશ્રીએ સાચા સુખની ખાણ બતાવી.
એક હરિભક્ત પ.પૂ. સ્વામીશ્રીનો વ્યવહારિક બાબતે નિર્ણયમાં અભિપ્રાય લેવા આવ્યા.
તેમણે પ.પૂ. સ્વામીશ્રીને પૂછયું,
“દયાળુ, સેવકે એક પથ્થરની ખાણ લેવાનું વિચાર્યું છે... તો કેમ કરવું ? જેમ આપ રાજી હોય તેમ કરું ?!”
પ.પૂ. સ્વામીશ્રી નિરુત્તર રહ્યા. તેમની સામે દિવ્ય દૃષ્ટિ રેલાવતા રહ્યા.
પેલા હરિભક્તે એનો એ પ્રશ્ન ફરી પૂછ્યો.
ત્યારે પ.પૂ. સ્વામીશ્રી બોલ્યા જે, “પથ્થરની ખાણમાંથી કેવળ પથ્થર મળે... પણ સાચા સુખની ખાણ તો મૂર્તિ છે... માટે અમે તો મૂર્તિની ખાણ માટે હા પાડીએ...”