“બાપજી, આપ ખુરશી પર બિરાજો ને !” પૂ. સેવક સંતે કોથળા પર બિરાજી અનાજ સાફ કરતા ગુરુવર્ય પ.પૂ. બાપજીને પ્રાર્થના કરી.

     “કેમ ખુરશી પર ? અહીં શું ખોટું છે ?” ગુરુવર્ય પ.પૂ. બાપજીએ આશ્ચર્યવત્ પૂછ્યું.

     “બાપજી, વિદેશથી એક હરિભક્ત આપનાં દર્શને આવે છે.”

     “તો એમાં શું થયું ?”

     “પણ બાપજી, આપ નીચે કોથળા પર બિરાજ્યા હોય તો સારું ન લાગે માટે થોડી વાર માટે જ ખુરશી પર બિરાજી જાવ એવી સેવકની પ્રાર્થના છે.”

     “વિદેશના હોય કે દેશના હરિભક્ત, એમને તો દર્શનનું જ કામ છે.માટે બોલાવો દર્શને, અમો અહીં જ બિરાજીશું.”

     જેમને ખુરશી પર બેસવું કે નીચે બિરાજવું સમ છે જેમને કોઈ હરિભક્તનો ભેદ નથી એવા દિવ્યપુરુષ ગુરુવર્ય પ.પૂ. બાપજીની આ અલૌકિક રીત જોઈ પૂ. સેવક સંત અહોભાવમાં ગરકાવ થઈ ગયા.