આફ્રિકા ઍરપૉર્ટથી બહાર પધારતાં પ.પૂ.સ્વામીશ્રીના સ્વાગત માટે ટેન્ટ રૂપે વિશેષ કક્ષ તૈયાર કરવામાં આવ્યો હતો.

     પ.પૂ.સ્વામીશ્રી પૂ. સંતો સાથે સ્વાગત કક્ષમાં પધાર્યા.

     ત્યારબાદ તેઓ ખુરશી પર બિરાજમાન થયા અને હરિભક્તોએ પૂજનવિધિના લાભ માટે નામ બોલવાનો પ્રારંભ કર્યો.

     ત્યાં તો પ.પૂ.સ્વામીશ્રીએ હરિભક્તને પૂજનવિધિ રોકતાં કહ્યું,

     “સંતો, આપણે પ્રથમ ઠાકોરજીની આરતીનો લાભ લઈ લઈએ; પછી પૂજન કરીએ તો...”

     પ.પૂ.સ્વામીશ્રીની આજ્ઞા થતાં ઠાકોરજીની આરતી થઈ. તથા પૂજન કર્યું.

     પછી પૂજનવિધિનો લાભ લઈ અગ્રેસર હરિભક્તોએ પુષ્પગુચ્છો તથા હાજર રહેલ 90થી વધુ હરિભક્તોએ પુષ્પોથી ઠાકોરજી તથા પ.પૂ.સ્વામીશ્રીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.